જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની સીરીઝનું રીઓકશન થશે

Spread the love

જૂનાગઢ ,- જૂનાગઢ આરટીઓ દ્રવારા ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. ટુવ્હીલરની નવી સીરીઝ GJ-11-CG, તથા ફોર વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-BR, GJ-11-CD,તેમજ ટુ વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-BS,GJ-11-CB,GJ-11-CE, GJ-11-CF અને ટ્રાન્સપોર્ટ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે.

બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્રવારા રજીસ્ટ્રેશન થયેલું હોય તેઓ તા.૧/૨/૨૦૨૧ થી તા.૪/૨/૨૦૨૧ સુધી ઉપરની લિંક મારફતે વાહન નંબર પસંદ કરવાના રહેશે. તથા સદર પસંદ કરેલ નંબર પર તા.૫/૨/૨૦૨૧ અને તા.૬/૨/૨૦૨૧ સુધી ઉપરની લિંક અંતર્ગત બિડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૈાથી વધુ બીડ થયેલ નંબર,તે બીડ કરનાર અરજદારને વાહન ૪ સોફટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!