જૂનાગઢ : સુત્રાપાડાના પ્રાંચી નજીકના ખાંભા ગામે ફાસલામાં ફસાયેલા બાળ સિંહ અને એક વ્યક્તિને ઇજા
- વન વિભાગને જાણ કરતા બાળ સિંહને ફાસલામાંથી મુક્ત કરાયું, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને જૂનાગઢ સારવારમાં ખસેડાયો
જૂનાગઢ : સુત્રાપાડા તાલુકાના પ્રાંચી નજીકના ખાંભા ગામે કોઇ અજાણ્યા વ્યક્તિને વન્યપ્રાણી સિંહ દ્વારા ઇજા પહોંચાડવામાં આવી હોવાના વન વિભાગને મેસેજ મળતા સ્થાનિક વન વિભાગનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ફાસલામાં ફસાયેલ બાળ સિંહને તાત્કાલીક વેટરનરી ડોકટર બોલાવી ફાંસલામાંથી મૂકત કરવામાં આવેલ. તેમજ બાળ સિંહને રેસ્ક્યુ કરવામાં આવેલ છે.
આ બનાવમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જૂનાગઢ નજીકના વાડલા પાસેથી વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ વ્યકિતને પેટના ભાગે ઇજા થતા વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત વ્યક્તિ અને અન્ય તેમના સંબંધીઓની આ શંકાસ્પદ બનાવ અંગે પુછપરછ વન વિભાગ કરી રહ્યું હોવાનું મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વન વર્તુળ દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ