ડભોઇમાં જાહેરમાં જુગાર રમતા 4 ઈસમો જેલ ભેગા
ડભોઇ થી તીલકવાળા રોડ પાસે આવેલ નર્મદા કેનાલ ની નજીક ઝાડ નીચે ટોળા માં બેસી ને જુગાર રમતા ઈસમો ને ડભોઇ પોલીસ એ ઝડપી પડ્યા છે.જાહેર માં રમી રહેલા જુગાર ની બાતમી ડભોઇ ના પી.આઈ જે.એમ.વાઘેલા ને મળતા જ તેઓ દ્વારા સ્ટાફ ના પોલીસ જવાનો ને સૂચના આપી જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડવા સૂચના આપી હતી જે આધારે બાતમી ની જગ્યા એ રેઇડ કરતા જુગારીઓ માં નાસભાગ મચી જવા પામી હતી જે પૈકી ચાર જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા.જેઓની પાસે થી જુગાર દાવ ના 4500 રોકડા અને અંગઝડતી ના 14,400 મળી કુલ 18900 જેટલી રકમ સાથે ઝડપાયેલા જુગારીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી જુગારીઓ ને જેલભેગા કર્યા છે.