મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક અગાઉના ઝધડાનો ખાર રાખી યુવાન પર છરી વડે હુમલો

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક અગાઉના ઝધડાનું વેર રાખી યુવાનને છરી વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી-૩ માં રેહતા આફરીદિન જુસબભાઈ કટિયા (ઉ.૨૨) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુસા જુસબભાઈ કટિયા રહે-મચ્છીપીઠ આઝાદલોજવાળી શેરી, વાળાએ ફરિયાદી આફરીદિન કટીયાને આગૌના ઝધડાનું વેર રાખી પાછળ સીટના ભાગે ડાબા કુલ્લા પર છરી માર મારી ઈજા કરી હતી તો આરોપી ઇકબાલ જુસબભાઈ કટિયા રહે-મોરબી મચ્છી પીઠ આઝાદ લોજ વાળી શેરી વાળાએ વાસાના ભાગે જમણી બાજુ છરી વડે ઈજા કરી આરોપી સલીમ જુસબ કટીયા રહે-મોરબી મચ્છીપીઠ આઝાદલોજ વાળી શેરી વાળાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી