જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સીટીઝન ડોક્ટરની જમીન પરત અપાવવા મદદ

જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સીટીઝન ડોક્ટરની જમીન પરત અપાવવા મદદ
Spread the love

સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરના એક સદગૃહસ્થ ડોકટર દ્વારા પોતાની 15 વિઘા જેટલી જમીન એક ખેડૂતને ખેતી કરી, વાવવા માટે આપેલ હતી. શરૂઆતના બે ચાર વર્ષ ખેડૂત દ્વારા વાર્ષિક ભાગ આપવામાં આવેલ હતો. સદગ્રહસ્થ ડોક્ટર હોઈ, ખૂબ જ સરળ સ્વભાવના હોઈ, ખેડૂત માથાભારે હોઈ, જમીન સારી હોય, ખેડૂત દ્વારા ડોકટર જ્યારે જ્યારે પોતાની વાડીએ આંટો મારવા આવે ત્યારે નજર અંદાજ કરી, જવાબ આપવાનું બંધ કરી, પોતાની રીતે પાક વાવવાનું ચાલુ કરી દીધેલ હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂત દ્વારા ભાગ આપવાનું કોઈના કોઈ બહાને ટાળવામાં આવેલ હતું. સદગ્રહસ્થ ડોકટર દ્વારા ખેડૂતને વાવવાની ઈચ્છા ના હોય તો, પોતાની જમીન પરત સોંપવાની વાત કરતા, ખેડૂત દ્વારા ડોક્ટરને જમીનમાં ગરી તો જુઓ, એવું જણાવતા, ડોક્ટરને પોતાની જમીનમાથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. પોતાની ખેતીની 15 વિઘા જમીન ખેડૂત પચાવી પાડે તો પોતાને મોટું આર્થિક નુકશાન જવાની દહેશત સાથે સદગ્રહસ્થ ડોકટર દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, પોતાની વ્યથા જણાવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ડોક્ટરને સાંત્વના આપી, એક અરજી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવા જણાવેલ હતું.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, ભગવાનભાઈ, કૈલાશભાઈ, સહિતની એક ટીમને કામ સોંપી, તાત્કાલિક ખેડૂતને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા, ખેડૂત સાનમાં સમજી ગયેલ અને ડોકટર સાહેબને જમીન પરત આપવા સહમત થઈ ગયો હતો. *જૂનાગઢ પોલીસ દ્વારા ડોક્ટરની પોતાની જમીન ખેડૂત પાસેથી પરત અપાવતા, ડોકટર દ્વારા જૂનાગઢ પોલીસનો વારંવાર આભાર વ્યક્ત* કર્યો હતો અને જો જુનાગઢ પોલીસ દ્વારા ડોક્ટરની પોતાની જમીન બાબતનો પ્રશ્ન હાથમાં ના લીધો હોત તો, પોતાની જમીન ખોવાનો વારો આવ્યો હોત, તેવું જણાવી, ભાવ વિભોર થયા.

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સીટીઝન એવા સદગ્રહસ્થ ડોક્ટરની જમીન પરત અપાવવા મદદ કરી, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210211-WA0002.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!