મુસાફરી કરતા મુસાફરો નો વિશ્વાસ કેળવી ચોરી તેમજ 11 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા

પોતાના ઘરે દીકરી નો જન્મ થયો છે.તેની ખુશી માં ટ્રેન માં મુસાફરી કરતા મુસાફરો ને આગ્રહ કરી મુસાફરો ને કેફી દ્રવ્યો પીવડાવી બેભાન કરી મુસાફરો ના સોના ચાંદી ના દાગીના રોકડ રકમ .તેમજ અન્ય સરસામાન ની ચોરી કરતા ચોરને વડોદરા રેલવે એલ સી બી પોલિસે રાજસ્થાન થી ગોવિંદ રામ વિરમ રામ સેરવી ને ઝડપી પાડી વડોદરા રેલવે પોલીસ મથકે લાવ્યો હતો જ્યાં તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેને લાંબા અંતર ની રાજસ્થાન મારવાડ તરફ જતી ટ્રેન માં ખોટા નામથી ટીકીટ રિજવેશન કરી મુસાફરી કરી મુસાફરો ને ઘેનયુક્ત પદાર્થ પીવડાવી તેઓન સર સામાન ની ચોરી કરતો હોવાનું અન્ય અન્ય 11 ચોરી કર્યાની કબૂલાત કરી હતી.વડોદરા રેલવે એલ સી બી પોલીસે રૂપિયા 6 લાખ 55 હજાર ઉપરાંત ની 22 નંગ સોના ના દાગીના.તેમજ 10 નંગ ચાંદી ના દાગીના આ66 હજાર હજાર ના 5 નંગ મોબાઈલ ફોન.ડેબિટ કાર્ડ .તેમજ ઘેનયુક્ત ગોળીઓ મળી કુલ 7 લાખ 30 હજાર 337 ની મતા નો મુદ્દામાલ કબજે કર્યો હતો રેલવે એલ સી બી પોલીસે આરોપી ગોવિંદ રામ વિરમ રામ સેરવી ની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )