ભાજપ ના ઉમેદવાર બાબુજી ઠાકોર દ્વારા પ્રચાર જોર શોર થી શરૂ

ભાજપ ના ઉમેદવાર બાબુજી ઠાકોર દ્વારા પ્રચાર જોર શોર થી  શરૂ
Spread the love

વડાલી તાલુકા પંચાયત વાસણા (અ) સીટ પર થી ભાજપ ના ઉમેદવાર બાબુજી ઠાકોર દ્વારા પ્રચાર જોર શોર થી કર્યો શરૂ,

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના રામપુર વાસણા ના બાબુજી ઠાકોર ને ભારતીય જનતા પાર્ટી દ્વારા વાસણા (અસાઇ) સીટ પર ઠાકોર સમાજ ની પ્રભુત્વ વાળી સીટ છે અને જો ઠાકોર સમાજ માંથી બાબુજી ઠાકોર ને ભાજપ મેદાનમાં ઉતરવા માટે ઉમેદવારી માટે સૂત્રો દ્વારા માહિતી મળતા તેઓ પોતે આર્મીમેન ની સર્વિસ પૂર્ણ કરી તેઓ નિવૃત છે અને સર્વિસ સમયે દેશ સેવા કરી નિવૃત થયા છે પરંતુ ભાજપ પક્ષ દ્વારા તેઓ ને સ્થાનિક સ્વરાજની ચુંટણી માં વડાલી તાલુકા પંચાયત ની વાસણા(અ) ની સીટ પરથી ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે, અને ફરી એકવાર વાસણા(અ) સીટ માં સમાવેશ ગામડા ના મતદારોની સેવા કરવાનો મોકો મળે તે માટે ભાજપ પક્ષ દ્વારા બાબુજી ઠાકોર ને મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યુ છે ત્યારે સમાવેશ ગામડા ની અંદર બેઠકો નો દોર શરૂ કર્યો છે, અને હાલ બાબુજી ઠાકોર દ્વારા અસાઇ,વાસણા(અ), રામપુર (વાસણા),નવા રામપુરા કંપા,ચુનાજીના છાપરા, જેતપુર, નવા રામપુર સહીતના ગામો ની અંદર પ્રવાસ કરવામાં આવ્યો છે,હવે ચુંટણી ના ગણતરી ના દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા બાજી મારવા માટે એડી ચોટી નું જોર લગાવવામાં આવી રહ્યુ છે,હવે જોવું એ રહ્યુ કે આ સીટ કોંગ્રેસ અગાઉ ના ટર્મ માં કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ પટેલ ની જીત થઈ હતી,હવે આ વખતે કોંગ્રેસ ,ભાજપ કે પછી કોઈ અન્યબાજી મારશે કે શું ? તે જોવું રહ્યુ.

રિપોર્ટર – કિરણ ખાંટ ( વડાલી )

IMG-20210210-WA00782.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!