જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલિંગ દરમિયાન નવતર પ્રયોગ

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલિંગ દરમિયાન નવતર પ્રયોગ
Spread the love

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં યોજાનાર તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે.

તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ ચૂંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના આધારે તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જાતે સમગ્ર વિસ્તારની વિઝીટ કરી, જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના પીઆઇ આર.જી.ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે.ઉંજીયા, પીએસઆઇ વી.જે.ચાવડા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા પોલીસ સ્ટાફ દ્વારા વોર્ડ નં. 15 ના આંબેડકર નગર, ધરાર નગર, મેઘાણી નગર, પ્રદીપ ટોકીઝ, દાતાર રોડ, ખાડિયા, રાજીવનગર, લિરબાઈપરા, સહિતના વિસ્તારમાં પોલીસના વિશાળ કાફલા સાથે સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ રાખી, પ્રોહી બુટલેગરોને ચેક કરવાની તથા જાણીતા ગુન્હેગારોને ચેક કરવાની કામગીરી ઉપરાંત, જુદી જુદી પાર્ટીના જન સંપર્ક સમયે કોઈ સુલેહશાંતિનો ભંગ ના થાય એ બાબતે આજે પણ બંદોબસ્ત પણ જાળવવામાં આવેલ હતો.

આ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા ચૂંટણી દરમિયાન કે ત્યારબાદ કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિમાં નહિ પડવા અને ગુન્હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેલ હતું. વોર્ડ નં. 15 ની ચૂંટણીમાં ગરબડ કરવાની મુરાદ ધરાવતા ઈસમો ઉપર ખાસ વોચ રાખવા ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ના પેટ્રોલિંગ સાથે ખાનગીમાં વોચ પણ ચાલુ કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પ્રોહીબિશનના બુટલેગરો અને માથાભારે ઈસમોને ચેક કરવાનો નવતર પ્રયોગ અંગેની કાર્યવાહી ચૂંટણી દરમિયાન સતત અને ત્યારબાદ પણ સમયાંતરે ચાલુ* રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210214-WA0076.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!