હળવદ બજરંગદળ દ્વારા રીંકુ શર્માના હત્યારાને ફાંસીની સજા અપાવવા આવેદન

- હળવદ બજરંગદળ દ્વારા શ્રી રામ ભક્ત રીંકુ શર્મા ના હત્યારા ને કડક માં કડક ફાંસી ની સજા મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું સાથે 14 ફેબ્રુયારી 2019 માં પુલવામાં માં વીરગતિ પામેલ CRPF ના વીરજવાનો ને વીરાંજલી આપવામાં આવી.
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા પુલવામાં માં જેહાદી આતંકવાદીઓ દ્વારા CRPF ના જવાનો ની બસ પર લોહિયાળ હુમલો કર્યો હતો જેમાં વીરગતિ પામેલ હુતાત્માઓ વીર જવાનોને પુષ્પાંજલિ સ્વરૂપે વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી અને તાજેતરમાં જ દિલ્હીમાં શ્રી રામ ભક્ત રીંકુ શર્મા ને જેહાદીઓ દ્વારા તેના ઘરમાં ઘુસીને આખા પરિવાર ને ગેસ ના બાટલા થી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારને બચાવવા માટે રીંકુ શર્મા પોતાના ઘરની બહાર નીકળી ગયો હતો ત્યારે જેહાદીઓ દ્વારા તેના ઘર ની બહાર ખંજર ભોખી અને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.રીંકુ શર્મા જેની હત્યા થઈ છે તેણે હત્યારાના પરિવારને લોહીની જરૂર હતી.
રકતદાન કરી તેનો જીવ બચાવ્યો હતો ત્યારે આવા કરુણ અને દયાવાન સ્વભાવ ધરાવતા શ્રી રામ ભક્ત રીંકુ શર્મા ની ઇસ્લામુદીન અને તેના મળતીયાઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સખત શબ્દો માં વખોડે છે અને હત્યારાઓ ને કડક માં કડક ફાંસી ની સજા મળે તે અનુસંધાને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન મામલતદારશ્રી હળવદ થકી આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હળવદના રાષ્ટ્રભકત અને ધર્મપ્રેમી યુવાનો વડીલો જોડાયા હતા અને “ભારત માતા કી જય, વંદે માતરમ” અને “રીંકુ શર્માના હત્યારાને ફાંસી આપો ફાંસી આપો” , “જય જય શ્રી રામ” ના નારા સાથે બાઇક રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને મામલતદાર ઓફિસે પહોંચી આવેદનપત્ર મામલતદારશ્રી હર્ષાદીપ આચાર્ય ને પાઠવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બજરંગદળના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.