થરાદનાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને આરોગ્ય કર્મચારી વિરૂદ્ધ તપાસ કરવા પત્ર

થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન ને લખ્યો પત્ર લખી ને રજુઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીમાં આરોગ્ય અધિકારીએ કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ડૉ મનીષ ફેન્સીની માસ્ક તેમજ અન્ય મેડિકલ સામગ્રીનું આચરેલ કોભાંડની તટસ્થ તપાસ કરવા કરી માંગણી કરી છે. GMSCL ના પરિપત્ર પ્રમાણે ૪૯ રૂપિયામાં માસ્કની ખરીદી કરવાનો આદેશ હોવા છતાં ડૉ. ફેન્સીના મળતિયાને ફાયદો કરવા ૨૭૫ રૂપિયા માં માસ્ક ની ખરીદી કરેલ છે તેની તટસ્થ તપાસ કરવા કરી માંગણી તેમજ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે.