રાજકોટ : અંજાર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતા ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન PSI વી.જે.જાડેજા તથા ટીમના માણસો જયેશભાઈ નિમાવત, ચેતનસિંહ ચુડાસમાં, રાજદિપસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, નાઓ પેટ્રોલિંગ દરમિયાન હિતેનદ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા નાઓએ ખાનગી બાતમીના આધારે ગત તા.૯/૨/૨૦૨૧ ના રોજ સૂચના અન્વયે ગાંધીધામ પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનના ૪.૬૩ લાખની ચોરીના ગુનામાં નાસતા ફરતા અંજારના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ગાંધીગ્રામ પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ૪,૬૩,૪૮૬ રૂપિયાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં શેઠિયા ટેલિકોમ નામની દુકાનમાં મોબાઈલ એસેસરીઝ વેચાતી હોય જેનું કેસ કાઉન્ટર અંજારના પ્રિન્સ નરેન્દ્રભાઈ દિવાણી જાતે.પટેલ ઉ.૨૮ રહે. વિજયનગર જુની કોર્ટની સામે અંજાર. નામના કર્મચારીએ ૪ વર્ષના હિસાબમાં ગોટાળા કરી ૪.૬૩ લાખ ચોરી લીધા હોવાનું જણાવાયું હતું. આ ફરિયાદ નોંધાયા બાદ આરોપી નાસતો ફરતો હોય. જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે કાલાવડ રોડ ઉપર રજવાડી રેસ્ટોરન્ટ પાસેથી દબોચી લઇ અંજાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, વી.જે.જાડેજા, રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઈ નિમાવત, ચેતનસિંહ ચુડાસમાં, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, નાઓએ કામગીરી કરેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)