જૂનાગઢ : આજે મહાનગરપાલિકાના વોર્ડ નં.15 અને 6 ની પેટા ચૂંટણી યોજાશે

જૂનાગઢ : આજે મહાનગરપાલિકાના વોર્ડ નં.15 અને 6 ની પેટા ચૂંટણી યોજાશે
Spread the love
  • મતદાન દિવસ અને મતગણતરી દિવસે સેલ્યુલર, મોબાઇલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ પર પ્રતિબંધ

જૂનાગઢ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ અને ૬ની પેટા ચૂંટણી તા.૨૧/૦૨/૨૧ના રોજ યોજાશે અને મતગણતરી તા.૨૩/૦૨/૨૧ના યોજાશે. તે ઉપરાંત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી તા.૨૮/૦૨/૨૧ના યોજાશે તેમજ મતગણતરી તા.૦૨/૦૩/૨૧ના થશે. ત્યારે મતદાન દિવસ અને મતગણતરીના દિવસોમાં કોઇ પણ વ્યક્તિ સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ અને ૬ની પેટા ચૂંટણીના મતદાન દિવસ તા.૨૧/૦૨/૨૧ તથા મતગણતરી દિવસ તા.૨૩/૦૨/૨૧ના રોજ તથા જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન દિવસ તા.૨૮/૨/૨૧ તથા મતગણતરી દિવસ તા.૨/૦૩/૨૧ના રોજ મતદાન મથકો તથા તેની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં અને મતગણતરીના દિવસે મતગણતરી સેન્ટર પર અને તેમાં પ્રવેશના નિયમન માટે ગોઠવાયેલ સીક્યુરીટી ફોર્સના વિસ્તારમાં મતદાન તેમજ મતગણતરી સાથે સંકળાયેલ અધિકારીઓ અને અધિકૃત પ્રવેશપત્ર ધરાવતા પત્રકારો સિવાયના કોઇપણ વ્યક્તિ સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇ જવાનો તથા તેનો ઉપયોગ કરવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર ડો.સૌરભ પારધીએ ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી તે સાધન જે તે સત્તાધિકારી દ્વારા જપ્ત કરવામાં આવશે અને મતગણતરી પુરી થયા પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ જે વ્યક્તિને તેનું જપ્ત કરેલ સાધન પરત સોંપવામાં આવશે. તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ તે વ્યક્તિનો ગુન્હો સાબિત થયેથી એક માસની સાદી કેદ અથવા રૂા.૨૦૦ સુધીનો દંડ તેમજ બન્ને શિક્ષાને પાત્ર થશે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210208-WA0046.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!