જૂનાગઢ જિલ્લાની કાયદો અને વ્યવસ્થા માટેની સમીક્ષા બેઠક યોજાઇ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સી.આર.પી.સી ૧૦૭, ૧૧૧, ૧૫૧ મુજબ નોંધાયેલ ગુનાઓ અંગે થયેલ કાર્યવાહીની સમીક્ષા ઉપરાંત કલમ ૧૨૨ એ, ૧૨૨ બી તેમજ પ્રોહિબીશનને લગતા ગુનાઓની વિગતે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.
તડીપાર અને પાસા કેસોની સમીક્ષા કરવા સામે ગુન્હેગારો વીરૂધ્ધ કડક પગલા લેવા અને અવાનવાર ગુનો કરતણા તત્વો કેસો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટી, નાયબ વન સંરક્ષક એમ.કે.બેરવાલ, જૂનાગઢ પ્રાંત અધિકારી અંકીત પન્નુ, વિસાવદર પ્રાંત અધિકારી વાળા, વંથલી પ્રાંત અધિકારી ગોવાણી સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર ડી.કે. બારીયાએ કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ