રાજકોટ : ટ્રાન્સજેન્ડર મહિલાને પોલીસનું રક્ષણ મળતા કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં નિર્વસ્ત્ર થઈને હંગામો મચાવ્યો

રાજકોટ શહેરમાં આજે કિન્નરોએ પોલીસ સ્ટેશન ખાતે બુમાબુમ કરી હતી મળતી માહિતી મુજબ આ કિન્નરોને થોડા દિવસ પહેલા પાયલ નામની ટ્રાન્સજેન્ડરનો એક વિડીયો ઉતાર્યો હતો. જેમાં તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જેનાથી ત્રાસી ટ્રાન્સજેન્ડર પાયલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના મામલે કિન્નરો વિરુદ્ધ અરજી કરી પોલીસનું રક્ષણ મેળવ્યું હતું. આજરોજ તેના પ્રતિકાર રૂપે કિન્નરોએ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને તાલીઓ પાડીને હંગામો મચાવીને વાતાવરણ કલુષિત કર્યું હતું.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે મોટી સંખ્યમાં કિન્નરો માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. અને પાયલ નામની ટ્રાન્સજેન્ડર મહિલા વિરૂધ્ધ કડક પગલા લેવા અને તેને રાજકોટ બહાર મોકલી દેવાની પ્રબળ માંગણી સાથે પોલીસ સ્ટેશન ખાતે સુત્રોચ્ચાર કરી તાલીઓ પાડી ધમાલ મચાવતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. સ્થાનિક પોલીસે તેમની રજૂઆત પર પ્રતિસાદ ન આપતા કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને ઉગ્ર સુત્રોચ્ચાર શરૂ કર્યા હતાં.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)