રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના વતન ખાતે મતદાન કરશે

રાજકોટ શહેર તા.૨૦/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરમાં આવતીકાલે ૨૧મી ફેબ્રુઆરીએ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. રાજકોટ શહેર કોર્પોરેશનની ચૂંટણી પણ આવતી કાલે યોજાવાની છે. કોરોનાગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે મતદાન કરવા જશે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી હતી. તે વાત પર હવે પૂર્ણ વિરામ રાખતા આવતીકાલે મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટ મતદાન કરવા આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકામાં મતદાન કરવા માટે કોરોનાની ગાઇડલાઇન અનુસરવી પડશે. આ માટે મતદાનની છેલ્લી એક કલાક એટલે કે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધીમાં C.M રૂપાણી P.P.E કીટ પહેરીને વોર્ડ-૧૦માં અનિલ જ્ઞાન મંદિર ખાતે મતદાન કરશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)