અમદાવાદ : શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આઠમો પાટોત્સવ ઉજવાયો
સાયન્સ સિટી સામે શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો આઠમો પાટોત્સવ ૨૦ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે ૮થી૧૨સુધીમા ઉજવાયો. જેમાં ષોડસોપચારે પુજન, પંચામૃત,તથા પંચપ્રકારના પુષ્પો નો અભિષેક કરાયો, ૫૦૦ કિલો ગોળ અને ૧૦૮ ગોળની બનાવેલ વાનગીઓનો અન્નકુટ ધરાવાયો. આ મહોત્સવમાં શ્રીજીધામના સંતો,પૂ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી, શ્રી ધર્મભુષણદાસજી સ્વામી, શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી, શ્રી દિવ્યમુર્તિદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉજવાયો, જેનો અસંખ્ય હરિભક્તો એ આનંદ પુર્વક લાભ લીધો.
આરોગ્ય ની દ્રષ્ટિ એ શક્તિવર્ધક એવા ગોળનું ભગવાનને અર્થે નૈવેદ્ય ધરાવી સર્વને વિતરણ કરવાનું મહાત્મ્ય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા યોગીશ્વર શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તવેલ છે. આથી અન્નકુટમાં ધરાવેલ ગોળ સર્વ જરૂરીયાત મંદ વ્યક્તિ ઓને વિતરણ કરવામાં આવ્યો. ૧૦૮ ગોળની વાનગીઓના અન્નકુટ દરેક હરીભકતોને પ્રસાદ રૂપે વિતરણ કરાયો. આ કોરોના કાળમાં ભગવાન સૌનું સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના.
? જય સ્વામિનારાયણ ?