હાલોલના કંજરી રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાની કામગીરી કરાઈ

હાલોલ નગર પાલીકા દ્વારા કંજરી રોડ પોહળો કરવાનો હોઈ આ રસ્તા ઉપર આવતા ગેર કાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીનો આરંભ કરી કંજરી રોડ ઉપર આવેલ પશુ દવાખાના ની દીવાલ દબાણ માં આવતી હોવાથી તેને દૂર કરવામાં આવી હતી. આ દબાણ હટાવાની કામગીરી દરમ્યાન લોકટોળા એકત્રિત થયા હતા. અને આ રસ્તા ઉપર આવતા તમામ દબાણો દૂર કરવાના હોઈ અંગે ની ચર્ચાએ જોર પકડ્યું હતું.
હાલોલ ના કંજરી રોડ ઉપર નો વિસ્તાર વધી જવાથી આ રસ્તા ઉપર ની અવર જવર વધી ગઈ હોવાને કારણે તેમજ શહેરી વિકાસ ને લઇ આ કંજરી રોડ ને પોહળો કરવાની કામગીરી શરુ કરવામાં આવનાર હોઈ હાલોલ કંજરી રોડ ચાર રસ્તા થી કંજરી બાયપાસ રોડ સુધી આ રોડ ઉપર લોકો દ્વારા થયેલા ગેર કાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
જેને લઇ આ દબાણો દૂર કરવાનો આરંભ હાલોલ નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કંજરી રોડ ઉપર જીલ્લા પંચાયત હસ્તક પશુ દવાખાના ની દીવાલ દબાણ માં આવતી હોવાથ તેને દૂર કરવામાં આવી હતી આ કામગીરી દરમ્યાન લોકો એકત્રિત થઇ ગયા હતા. અને હવે રોડ ઉપરના દબાણો દૂર થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)