કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારને કોરોનિલ પર ભરોસો નથી…!

મહારાષ્ટ્રના ગૃહ ખાતાના પ્રધાન અનિલ દેશમુખે પતંજલિ આયુર્વેદની ‘કોરોનિલ’ ગોળીને ‘યોગ્ય પ્રમાણપત્રના અભાવે’ મહારાષ્ટ્રમાં વેચાણની છૂટ નહીં આપવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ગૃહ ખાતાના પ્રધાન અનિલ દેશમુખે પતંજલિ આયુર્વેદની ‘કોરોનિલ’ ગોળીને ‘યોગ્ય પ્રમાણપત્રના અભાવે’ મહારાષ્ટ્રમાં વેચાણની છૂટ નહીં આપવાની જાહેરાત કરી હતી. અનિલ દેશમુખે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘કોરોનિલની ક્લિનિકલ ટ્રાયલ્સ સામે ઇન્ડિયન મેડિકલ અસોસિએશને સવાલો ઉઠાવ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ કોરોનિલને પ્રમાણપત્ર આપ્યાનો ઇનકાર કર્યો છે. એ સંજોગોમાં ‘યોગ્ય પ્રમાણપત્રના અભાવે’ મહારાષ્ટ્રમાં કોરોનિલ વેચવાની છૂટ આપવામાં નહીં આવે.’ પતંજલિ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ કોરોનિલ ગોળીઓની કોરોના ઇન્ફેક્શનના પ્રતિકારમાં અસરકારકતાના પુરાવા હોવાના દાવા કર્યા હતા. ત્યાર પછી ‘કોરોનિલ’ને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું પ્રમાણપત્ર મળ્યાના સમાચારને ‘જૂઠાણું’ ગણાવતાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)ના હોદ્દેદારોએ ‘આઘાત’ વ્યક્ત કર્યો હતો.
‘કોરોનિલ’ કેન્દ્ર સરકારના આરોગ્યપ્રધાન હર્ષવર્ધનની હાજરીમાં લૉન્ચ કરવામાં આવી હોવાથી ઇન્ડિયન મેડિકલ અસોસિએશને સર્ટિફિકેશન માટે તેમની પાસે સ્પષ્ટતા માગી હતી. ત્યાર પછી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોવિડ-19ની સારવાર માટે પરંપરાગત ઉપચાર પદ્ધતિની કોઈ પણ દવાની અસરકારકતાની સમીક્ષા કરીને પ્રમાણપત્ર ન આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. ત્યાર પછી રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કોરોનિલના મહારાષ્ટ્રમાં વેચાણની પરવાનગી નકારવાની જાહેરાત ટ્વિટર પર કરી હતી. જોકે, કેન્દ્ર સરકારની હસ્તક આવતા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ કોરોનિલને પરવાનગી આપી દીધી છે.