રાજકોટ : આજી GIDCની મુલાકાત કરતાં મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ

રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની સારી કામગીરી બદલ આજી G.I.D.C ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દ્વારા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી.જી.પ્રજાપતિ ને સન્માનિત કર્યા. રાજકોટ શહેરમાં લોકોને પાયાની સુવિધા મળી રહે અને રાજકોટ સ્માર્ટ સિટી તરીકે ડેવલોપમેન્ટ થાય તે માટે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સતત કાર્યશીલ રહે છે. દરેક ચાલુ કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ, કામગીરી અંગેની સમીક્ષા કરે છે. આજે તા.૨-૩-૨૦૨૧ ના રોજ આજી G.I.D.C ની રૂબરૂ મુલાકાત કરી હતી.
જેમાં આજી G.I.D.C ખાતેની કોર્પોરેશનની સારી કામગીરી બદલ આજી G.I.D.C ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રી મયુરભાઈ શાહ દ્વારા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી.જી.પ્રજાપતિ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજી G.I.D.C ખાતે ડ્રેનેજ પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવતી રોડ રિસ્ટોરેશનની કામગીરી નિહાળી હતી. તેમજ આજી G.I.D.C ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીની ફાયર સ્ટેશન આપવાની રજૂઆત હતી. જેને મ્યુનિ. કમિશનરશ્રીએ જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)