થરાદ ખાતે કોરોનાની રસીનું ત્રીજા તબક્કામાં રસીકરણ

- બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા થરાદ સરકારી હોસ્પિટલમાંથી રસી આપવામાં આવી
સમગ્ર દેશમાં કોરોનાની રસી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હાલમાં ઉપલબ્ધ થવા પામી છે ત્યારે લોકો રસી લેવા માટે સરકારનાં વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સરકારી આરોગ્ય હોસ્પિટલમાં આજે ત્રીજા તબક્કામાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. થરાદ તાલુકાના બાકી રહેલાં કમૅચારીઓને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કોઇ પ્રકારની આડઅસર જોવાનાં મળી હોવાનું જણાવ્યું હતું