દિવાસા ગામે ઈંગ્લીશ દારૂની 18 બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી પોલીસ

જુનાગઢ રેજના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસીંહ પવાર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમશેટી સાહેબનાઓ તરફથી પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે સુચનાઓ મળેલ હોય જે અનુસંધાને શ્રી નાયબ પોલીસ અધિક્ષક માંગરોળના શ્રી જે.ડી.પુરોહીત સાહેબ તથા માંગરોળ સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી એન.આઇ.રાઠોડ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તા .03 / 0૩ / ૨૦૦૧ ના શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ . આર.પી.ચુડાસમા તથા એ.એસ.આઇ. પી.જે.વાળા તથા પોલીસ કોન્સ અમીતભાઇ કરશનભાઇ બાબરીયા તથા પો.કોન્સ દર્શનભાઇ ભીખુભાઇ મકવાણા તથા પો.કોન્સ રવીભાઇ જગદીશભાઇ ધોળકીયા વિગેરે એ રીતેના પોલીસ સ્ટાફ સાથે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન અમોને ચોકકસ અને આધારભુત ખાનગી બાતમીરાહે હકીકત મળેલ.
દીવાસાગામે મામા દેવના મંદીર પાસે રહેતો પંકજભાઇ જેસીંગભાઇ ચુડાસમા જાતે કોળી ઉ.વ .૩૧ ધંધો મજુરીકામ રહે . મામા દેવના મંદીરની બાજુમાં કાંધલી વિસ્તાર દીવાસાગામ તા . માંગરોળ વાળો તેના રહેણાંક મકાને પરપ્રાંતના ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો સંગ્રહ કરેલ છે જેથી આ મળેલ બાતમી આધારે મજકુરના રહેણાક મકાને ઉપરોકત સ્ટાફ તથા પંચોની સાથે રેઇડ કરતા મજકુર ઇસમને અલગ અલગ બ્રાન્ડની કંપનીશીલ પૈક ઢાંકણવાળી કુલ બોટલો નંગ ૧૮ કી.રૂ .૭૨00 / -તથા મો.સા. વાહન કી.રૂ .૩૦,૦૦૦ / તથા બે મો.ફોન કી.રૂ .૨૫૦૦ / – એમ મળી કુલ મુદામાલ કી.રૂ .૩૯,૭૦૦ / – ની સાથે ઝડપી પાડી લઇ તેમજ આ દારૂ પુરો પાડનાર દીલીપ રણછોડભાઇ વાઘેલા રહે . ગણેશ નગર ગીરનાર દરવાજા જુનાગઢ વાળાની વિરૂધ્ધમા પ્રોહી એકટ કુપ એએ , ૧૧૬ ( ૨ ) બી , ૮૧,૯૮ ( ૨ ) મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે . તા .03 / 03 / ૨૦૨૧ ( આર.પી. ચુડાસમા ) પોલીસ સબ ઇન્સ શીલ પોલીસ સ્ટેશન
રિપોર્ટ : શોભના બાલસ (કેશોદ)