કેશોદના નાની ઘંસારી ગામના ખેડુતે 25 વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું

કેશોદના નાની ઘંસારી ગામના ખેડુતે 25 વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું
Spread the love

ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનું વધું પસંદ કરતા હોય છે જ્યારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યાછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત અરવિંદભાઈ હડિયાએ ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું છે જેને ગ્રામ્ય વિસ્તારમાં ઉંધુ જીરૂ તરીકે પણ ઓળખવામાં આવેછે ઈસબગુલના વાવેતરમાં બિયારણનો પ્રતિ વિઘે માત્ર સો રૂપિયા જેટલો ખર્ચ થાય છે જે સિવાય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ પણ માત્ર નહીવત જરૂરી હોય છે.

ચાર મહીના જેટલા સમયગાળામાં ઈસબગુલનો પાક તૈયાર થાયછે ઈસબગુલના ઉત્પાદન બાબતે નાની ઘંસારી ગામના ખેડુત અરવિંદભાઈ હડિયાએ જણાવ્યું હતું કે પ્રતિ વિઘે દશ મણથી લઈને પંદર મણ સુધીનું ઉત્પાદન થાયછે જેનો પ્રતીમણ બે હજારથી પચ્ચીસ સો રૂપિયા સુધીનો બજાર ભાવ મળી રહેછે ઈસબગુલના વેંચાણ માટે મુખ્યત્વે ઉંઝા માર્કેટીંગ યાર્ડ મુખ્ય પીઠુ માનવામાં આવેછે પણ તમામ તાલુકા મથકોએ વેપારીઓ દ્વારા પણ ઈસબગુલની ખરીદી કરવામાં આવે છે ઘઉના ઉત્પાદનની દ્રષ્ટિએ ઈસબગુલના વાવેતરમાં ડબલથી પણ વધું આવક થતી હોવાથી અનેક ખેડુતો ઈસબગુલનું વાવેતર કરી રહયા છે.

રિપોર્ટ : શોભના બાલસ

IMG-20210306-WA0058.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!