વિસાવદર તાલુકા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું

વિસાવદર તાલુકા સાધુ સમાજ દ્વારા તાજેતર મા કચ્છ ભુજ ના સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિદાસ દ્વારા શ્રી હનુમાનજી મહારાજ એ ભગવાન નથી તેવું વિધાન કરેલ તે નિવેદનથી સાધુ સમાજના ઇસ્ટ અને આરાધ્ય ભગવાન હનુમાન મહારાજ વિશે જે નિવેદન આપવામાં આવેલ તે બાબતે તાલુકાના સાધુ સમાજ ખુબ જ વ્યથિત અને દુખની લાગણી અનુભવે છે અને સાધુ સમાજની ધાર્મિક લાગણી દુભાય હોય ત્યારે સાધુ સમાજ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરુદ્ધ કાયદાકીય રીતે સૂઓ મોટો મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
રિપોર્ટ : હરેશ મહેતા