હાલોલ : બાસ્કા ગામમાં છેલ્લા 4 વર્ષથી ગંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કીટનું વિતરણ

જાણવા મળતી માહિતી મુજબ ગંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ઈમ્તિયાઝ ભાઈ કોલીયા છેલ્લા ચાર વર્ષથી અનાજ ની કીટ નૂ વિતરણ કરતાં હોય છે. અનેં અંદાજિત 101 લાભર્થીઓ ને 4500 રૂપિયાની અનાજ કીટ વિતરણ કરવામાં આવીં હતી. જેની કુલ રકમ 4,54500(ચાર લાખ ચોપન હજાર પાનસો ) ની સહાય કરવામાં આવી જેમાં 25 કિલો ઘઉં, 25કિલો ચોખા, 5લીટર તેલ, 10 કિલો ખાંડ, મેદાનો લોટ 1 કિલો, તુવેરદાડ 5 કિલો , ચા 1 કિલો, બેસ2 કિલો, ખજૂર 1 કિલો, કીટનૂ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આટલું જ નહીં 35 ઉપરાંત મહિલાઓ ને દર મહિને 1000 રૂપિયા ની રોકડ રકમ ની સહાય પણ આ ગંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ઈમ્તિયાઝ ભાઈ કોલીયા ધ્વરા આ નિરાધાર વિધવા મહિલાઓ ને રોકડ રકમની સહાય કરવામાં આવે છે. અનેં આ ટ્રસ્ટ ધ્વરા ખરેખર ખુબ સરાનીય કામગીરી આ ટ્રસ્ટ ધ્વરા કરવામાં આવી રહી છે અનેં ગામની વિધવા અનેં નિરાધાર મહિલાઓએ આ ટ્રસ્ટના કામને સરાહયું હતું અને ઇમયાંઝભાઈ ખુબ લોક સેવા કરતાં રહે તેવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી હતી.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)