ધોરાજી : વોર્ડ નંબર 8માં રસ્તાઓના નબળા કામો થતા હોવાથી કામ બંધ કરાવ્યું

રાજકોટ જીલ્લાના ધોરાજી શહેરમાં ચાલી રહેલા રોડના કામને બંધ કરાવતા સ્થાનિકો ધોરાજી શહેરના વોર્ડ નંબર 8 માં સ્થાનિક લોકોએ રોડ રસ્તાઓની કામગીરી નબળી થતી હોવાને કારણે બંધ કરાવ્યું કામ શહેરના ઉષા કિરણ એપાર્ટમેન્ટ સુધરાઈ કોલોની વિસ્તારમાં રોડ રસ્તાઓના નબળા કામો થતા હોવાથી સ્થાનિક લોકોએ કામ બંધ કરાવ્યું હોવાની વિગતો આવી સામે રસ્તામાં કામોમાં અસંતોષ થતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરની મનમાનીથી પણ લોકો નારાજ થયા છે. સ્થાનિકોએ જ્યા સુધી સંતોષકારક કામ ન થાય ત્યા સુધી કામ કરનાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે તેવી માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)