ડભોઇ નગરપાલિકાની બિલ્ડિંગમાં સ્લેબમાં પોપડા પડતા કર્મચારીઓમાં દહેશત

ડભોઇનગરની પલિકાની જ આવી ખડખજ હાલત તો નગરના વિકાસનું ? ડભોઇ નગરપાલિકાની બિલ્ડિંગના સ્લેબમાં ગાબડું પડી ગયેલ જોતા એમ લાગે છે કે પહેલા ભાજપ પ્રેરિત શાસનમાં આ નગર પાલિકાનો વહીવટ ચાલતો હતો અને હવે આગામી દિવસોમાં પણ ભાજપ પ્રેરિત બોર્ડ બનવા જઈ રહ્યું છે ત્યારે એક જાગૃત નાગરિકે આ બિલ્ડીંગની મુલાકાત લીધી તે દરમિયાન આ બિલ્ડિંગના સ્લેબમાં મોટા પોપડા નજરે ચડયા હતા. આ બિલ્ડિંગમાં દિવસ દરમિયાન ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સત્તાધિશો – અધિકારીઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે તો શું આ દ્રશ્યો તેઓને નજરે ચડયા નહીં હોય ? કે પછી કોઈ માનવજાતને હાનિ પહોંચે તેની રાહ જોઈને બેઠા છે ?
આજ નગરપાલિકાની બિલ્ડિંગમાં ડભોઇ નગરના લોકો પણ પોતાના કામ અથે અવર-જવર કરતાં હોય છે તો શું આ ડભોઇ નગરપાલિકા નગરજનો ઉપર જાનહાનિ થયા પછી નગરપાલિકાની બિલ્ડિંગના ગાબડાનું સમારકામ શરૂ કરશે કે પછી ઉંમરલાયક વ્યક્તિનો ભોગ લીધા પછી કામ શરૂ કરશે તેવી ચર્ચા ડભોઇ નગરમાં ચાલી રહી છે. આ દ્રશ્ય જોતા પહેલી નજરે તો એમ લાગે છે જો આ ગાબડું કોઈ વ્યક્તિ ઉપર પડે તો તેને જરૂરથી જાનહાની થાય . ડભોઇ નગરપાલિકા પોતાના જ પ્રાંગણમાં જ આવી બેદરકારી દાખવતી હોય તો તે નગરપાલિકા પ્રજાની તકલીફોને દૂર કરી શકશે ? એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો.