ડભોઇ તાલુકાના શિક્ષકોનો પગારધોરણ વધારવાના ઓર્ડરનું વિતરણ

ડભોઇ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ફરજ બજાવતા શિક્ષકોને 9, 20 ,31 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણ માટે ઘણા સમયથી સરકાર જોડે માગણી કરી હતી. સરકાર દ્વારા જેનો હુકમ થતાં દભૉવતી ના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતા ના વરદહસ્તે વિતરણ શિક્ષક કર્મીઓને કરવામાં આવ્યું હતું. શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના શિક્ષકોને કહેવામાં આવ્યું કે તેમના વિસ્તારમાં ચાલતી શાળાઓમાં જો વિદ્યાર્થીઓને (કન્યા)ને શિક્ષણ ક્ષેત્રે પૂરતી સહાય મળે અને તેની અગવડોમાં શિક્ષકે તત્પર રહી કન્યાને શિક્ષણ ક્ષેત્રે પડતી અગવડઓનું નિરાકર તાત્કાલિક ધોરણે લાવવું જોઈએ.
શિક્ષકોને સરકાર દ્વારા મળેલા પગાર વધારાની સહાય માંથી પણ યોગ્ય તે દાન કન્યાઓને કરવું જોઈએ. જેથી આપણા દેશની કન્યામાં સુશિક્ષિતાનો અભાવ ન રહે અને જો કન્યા શિક્ષિત હશે તો તે કન્યા પોતાના પગ પર નિર્ભય રહી શકે. શિક્ષકએ બાળકની કેળવણી નું એક પાત્ર છે. માટે તેનું માન અને સન્માન પણ થવું જરૂરી છે આ શિક્ષકો ઘણા સમયથી સરકાર જોડે આ બાબતે રજૂઆત કરી હતી. આખરે આ રજૂઆતો નું નિરાકરણ આવી જતા તમામ શિક્ષક કર્મીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો .આ કાર્યક્રમ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના નેજા હેઠળ સંપન્ન કરવામાં આવ્યો હતો.