જામખંભાળીયા માં નગર પાલિકા ની ચૂંટણીમાં ભાજપના શિસ્ત ના લીરેલીરા ઉડ્યા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા માં નગર પાલિકા ની ચૂંટણીમાં ભાજપના શિસ્ત ના લીરેલીરા ઉડ્યા.
પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી સમયે ભાજપ ના કાર્યકરે ચૂંટણી ની સત્તાવાર જાહેરાત થતા પહેલા જ ભાજપના હોદ્દેદાર દ્વારા વરણી ની જાહેરાત કરાઈ.
પાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી ની સરકારી અધિકારી જાહેર કરે તે પહેલાં જ વરણી ના સમાચારો ભાજપ ના જ કાર્યકરો એ વહેતા થયા.
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ સામાજિક અંતર નું ભાન ભૂલ્યા.
નગર પાલિકા ના ગ્રાઉન્ડ માંજ માસ્ક અને સામાજિક અંતર નું ભાન ભૂલેલ નેતાઓ ને પોલીસ દ્વારા માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરાઈ છતાં પણ નેતાઓ જીત ના જશ્ન માં મશગુલ રહ્યા
રિપોર્ટ : મુસ્તાક સોઢા
ખંભાળીયા