માણસામાંથી ધૈર્યરાજની મદદ માટે દાન એકત્ર થયું

મહિસાગરના કાનેસર ગામના ત્રણ માસના બાળકને ગંભીર બીમારી હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થઈ છે અને તેના માટે ઠેરઠેર ફાળો, મદદ લેવામાં આવી રહી છે તે મુજબ આજે માણસામાં પણ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત દરેક સમાજના યુવાનો દાન એકઠું કરવા નીકળ્યા હતા જેમાં શહેરીજનો અને વાહન ચાલકોએ ઉદાર હાથે ફાળો પણ આપ્યો હતો.
કાનેસર ગામે રહેતા રજપૂત પરિવારના ત્રણ મહિનાના બાળકને એક ગંભીર પ્રકારની બીમારી હોવાની ડોક્ટરોએ જાણ કર્યા બાદ તેના ઈલાજ માટે અમેરિકાથી 22 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન મંગાવાની જરૂરિયાત ઊભી થઈ છે જેમાં 6 કરોડ રૂપિયા નો ટેક્સ સરકાર બાદ કરી આપે તો 16 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આ પરિવાર એકઠી કરી શકે તેમ નથી જેથી તેમણે માસૂમ બાળકના ઈલાજ માટે આર્થિક સહાયની મદદ માંગી ત્યારે દરેક સમાજના લોકો મદદ માટે આગળ આવ્યા છે.
માણસામાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ભાજપ અગ્રણી અને દૂધ સાગર ડેરીના ડિરેક્ટર યોગેશ પટેલ, જય અંબે ગ્રુપ, જય ભોલે ગ્રુપ, ક્ષત્રિય ઠાકોર સેના તેમજ માણસા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પંચાલ અને માણસા રાજપૂત સમાજના યુવાનો શહેરમાં ફાળો એકઠો કરવા નીકળ્યા હતા