ડભોઇમાં કોરોનાની ફરી એન્ટ્રી…!!!

- તંત્ર વહેલી તકે સજાગ થાય નહીંતર કપરી સ્થિતિ સર્જાવાના એંધાણ.
ગત રોજ તારીખ:૧૭/૦૩/૨૦૨૧ સે આર જી પંડ્યા હાઇસ્કૂલ ના શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા તેમજ બે દિવસ અગાઉ નવપદ સ્કૂલમાં પણ એક શિક્ષક કોરોના પોઝિટિવ આવતા સ્ટાફ અને વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
વિદ્યાર્થીઓના વાલીઓ ફરી એકવાર કોરાના ને લઇ ચિંતામા હાલ કોરોનાનું કેર યથાવત છે તેવામાં દેશ અને દુનિયા કોવિડ -૧૯ સામે લડત આપી રહી છે તેમજ સરકારશ્રીના અધતન પ્રયાસોને લઈ વેક્સિનેશન નું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો કેટલીક જગ્યાએ વેક્સિનેશન ના બે ડોઝ આપવાની કામગીરી પણ પૂર્ણ થઇ થઇ ચુકી છે. તેવામાં આ કોરોના કોવિડ -૧૯એ ફરી એકવાર પોતાનું પંજો ફેલાવતા મહારાષ્ટ્ર ગુજરાત તથા બીજા રાજ્યોમાં કોરોના ના કેસો અને સંક્રમિત થવાના આંકડાઓ વધતા જોવા મળી રહ્યા છે.
તેવામાં બે દિવસ પહેલા ડભોઇ નવપદ હાઈસ્કૂલના એક શિક્ષકને કોવીડ -૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તારીખ: ૧૮/૦૩/૨૦૨૧ સુધી શાળા બંધ રાખવા અને તારીખ: ૧૯/૦૩/૨૦૨૧ થી પરીક્ષાઓ હોવાથી શાળા સાવત રહેશે નું શાળા સંચાલકો દ્વારા વિદિત કરાયું હતું પણ ગતરોજ આર જી પંડ્યા હાઈસ્કૂલમાં પણ એક શિક્ષકને કોરોના પોઝિટિવ આવતાં શાળા ના સ્ટાફ વિદ્યાર્થીઓ ના વાલીઓ તેમજ નગર માં ખળભળાટ મચી જવા પામ્યું હતું. જ્યારે પંડ્યા સ્કૂલને સેનેટાઈઝર પ્રક્રિયા હેતુ સોમવાર સુધી બંધ કરાઇ હતી તેમજ શિક્ષકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી શાળા બંધ રહેવાનું અને પરીક્ષા પણ સ્થગિત કરવા નું જાણવા મળેલ હતું.