ડભોઇમાં કોરોના કહેર વચ્ચે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પરીક્ષાની શરૂઆત

ડભોઇમાં કોરોના કહેર વચ્ચે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પરીક્ષાની શરૂઆત
Spread the love

ડભોઇ માં આજરોજ કોરોનાના કહેર વચ્ચે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણર્ની પરીક્ષાની શરૂઆત થઇ હતી. શાળાઓ દ્વારા પરીક્ષાનું આયોજન સરકારી ગાઈડલાઇન મુજબ માસ્ક સાથે તેમજ સેનેટાઈઝર અને સોસીયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક બેન્ચિસ પર એક વિદ્યાર્થીને બેસાડી સોસીયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવ્યું હતું. આજે શરુ થયેલ પરીક્ષા આગામી 27 તારીખ સુધી ચાલશે જેનો સમય સવારના 9 થી 12 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે.

છેલ્લા થોડા સમયથી કોરોના વધુ વકરતા મહાનગરો માં સ્કુલ બંધ રાખવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જયારે નાના શહેરો માં આજ થી પરીક્ષા લેવાની શરૂઆત થઇ ચુકી છે.હવે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં કોરોના વધુ વકરસે તો આગામી દિવસો માં શાળા શું નિર્ણય લેશે?છેલ્લા 4 દિવસમાં ડભોઇની બે શાળા નવપદ સ્કુલ તથા આર.જી પંડ્યા સ્કુલમાં કોરોનાના કેશો આવતા હાલ વિદ્યાર્થીઓ માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.જેથી વિદ્યર્થીઓ ભયના ઓથા હેઠળ પરીક્ષા આપી રહ્યા છે નું જાણવા મળેલ છે.

IMG-20210319-WA0018.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!