રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મોટી સંખ્યામાં લોકોએ રસી(વેક્શિન) લીધી.

રાણપુરના કીનારા ગામે કોરોનાની વેક્શિન રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો
રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર સહીત મોટી સંખ્યામાં લોકોએ રસી(વેક્શિન) લીધી.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગામ ખાતે નાગનેશ આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોનાની રસીકરણ(વેક્શિન) કેમ્પ રાખવામાં આવ્યો હતો. જે કેમ્પમાં રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,રાણપુર તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ ઘાઘરેટીયા રાણપુર તાલુકા ભાજપ મહામંત્રી ભરતસિંહ ડોડીયા તથા રાણપુર તાલુકા atvt સદસ્ય લધુભાઈ ઘાઘરેટીયા, કિનારા ગ્રામ પંચાયતના સરપંચ તથા ડોક્ટર પાર્થરાજસિંહ રાઠોડ,ડોક્ટર ભીમદેવસિંહ ઉમટ, ડોક્ટર પારૂલબેન અને આંગણવાડી તેમજ નર્સનો સ્ટાફ હાજર રહ્યો હતો અને કીનારા ગામના નાગરિકોને કીનારા ગામની જુની પ્રાથમિક શાળામાં કોરોનાની રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો.તેમજ કોરોનાની રસી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને રસી લીધા અંગેની તમામ પ્રકારની સમજણ આપવામાં આવી ત્યારબાદ કિનારા ગામના લોકોને ડોક્ટર પાર્થરાજસિંહ દ્વારા રસી આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં લોકોએ રસી(વેક્શિન) લીધી હતી…
રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર