ડભોઈ નગરના કોલેજ કેમ્પસમાં વિધાર્થીનીને કોરોના પોઝિટિવ -વાલીઓમાં ગભરાહટ
ડભોઇ નગર ની ત્રીજી શૈક્ષણિક સંસ્થા જેવી કે કોલેજ કેમ્પસમાં કોરોનાનો પ્રવેશ થતાં જ વાલી જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. શિક્ષણ મંત્રી દ્વારા શાળા કોલેજમાં પરીક્ષા શરૂ કરવાના નિર્ણય ને માત્ર ૪૮ કલાકમાં જ થયા છે ને ડભોઇ નગરમાં શૈક્ષણિક આલમમાં ત્રીજી સંસ્થામાં કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીમિત્રો અને વાલી મિત્રો માં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે. ડભોઇ બી.એડ કોલેજમાં પહેલા વર્ષના બીજા સેમીસ્ટર માં ભણતી એક વિદ્યાર્થીનીને કોરોના રીપોર્ટ કઢાવતા તે પોઝિટિવ આવ્યો હતો. સમગ્ર કોલેજ કેમ્પસમાં ગભરાહટનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. એક તરફ નગર ની શાળા ઓ માં ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને બીજી તરફ શૈક્ષણિક આલમમાં જ કોરોના ના કેસો વધતા જાય છે જેથી શૈક્ષણિક સંસ્થા, વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે અને સાવચેતીના પગલાં પણ દરેકે લેવા જોઈએ.
વિદ્યાર્થીઓના વાલીઓ ફરી એકવાર કોરાના ને લઇ ચિંતામા છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ કોરોના ને લગતા બધા જ નીતી નિયમો મુજબ નું પાલન કરવું જોઈએ. જેમ કે સેનેટાઈઝ, સોશ્યલ ડિસ્ટન્સીંગ,માસ્ક નું સંપૂર્ણપણે પાલન થાય છે તેની તકેદારી પણ દરેક અધિકારી તેમજ શૈક્ષણિક સંસ્થાના વડા એ પણ રાખવી જોઈએ. કેટલીકવાર એક બાળકની નજીવી ભૂલના કારણે તેનો ભોગ પણ અન્ય લોકો પણ બનતા હોય છે. આ દાખલારૂપ 3 બનાવને લઇને બીજી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ સચેત થઈ જવું જોઈએ. કોરોના થી દરેક બાળકે ગભરાવાની જરૂર નથી પરંતુ તેને લીધે આપણે આપણું શૈક્ષણિક કાર્ય પણ બગાડવું ન જોઈએ કોરોના ની વચ્ચે આપણે આપણી જીવનશૈલી નિભાવતા થઈ જવું પડશે.આ વાયરસ ક્યારે જશે એ કોઈને ખબર નથી. પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ. હાલ ડભોઇ દર્ભાવતિ ના ધારાસભ્ય *” શૈલેષભાઈ મહેતા”* પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા અને તેઓ 14 દિવસ સુધી હોમ કોરન્ટાઈન થયા ફેસબુકના માધ્યમ દ્વારા તેઓ જણાવ્યું કે ગત દિવસો દરમિયાન મારા સંપર્ક માં જે વ્યક્તિઓ આવ્યા છે તેઓ પણ સ્વૈચ્છિક પોતાનો ટેસ્ટ કરાવી લે જેથી બીજા અન્ય લોકો સંક્રમિત થાય નહી.