ડભોઇ નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ એક્શન મોડ માં
ડભોઇ નગરપાલિકા માં હાલ નવનિયુક્ત પ્રમુખ કાજલબેન સંજયભાઈ દુલાણી(કાલી સિંધી) દ્વારા ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સફાઈ અભિયાન ને આગળ વધારતા આજરોજ ડભોઇ ના મુખ્ય રોડ રસ્તા પર ધૂળ ની સફાઈ કરાવતા સફાઈ કર્મીઓ દ્વારા બ્રસિંગ કરી રોડ સાફ કરતા વેપારી મિત્રો એ પ્રમુખ શ્રી ના કામ ને બિરદાવ્યું હતું.અને ઘણા લાંબા સમય થી ડભોઇ ના મુખ્ય રસ્તા પર બ્રશિંગ નું કામ ન થયું હોવાથી રોડ રસ્તા પર ધૂળ ના થર બાજી ગયા હતા જેના કારણે પવન ફૂંકાતા જ ધૂળ ઉડતા વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા.આ સમસ્યા ને અનુલક્ષી આજરોજ ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન સંજયભાઈ દુલાણી જાતે હાજર રહી રસ્તા પર ની ધૂળ સફાઈ નું કામ ચાલી રહ્યું હતું ત્યાં ઉભા રહી કામ કરાવ્યું હતું.જ્યાં તેમની સાથે ડભોઇ ના યુવા કોર્પોરેટર તેમજ ડભોઇ ના કારોબારી સમિતિ ના ચેરમેન વિશાલભાઈ શાહ પણ હાજર હતા અને ડભોઇ માં સાફસફાઈ અભિયાન માં કાજલબેન દુલાણી સાથે રહી વિકાસ ના કાર્યો માં સહકાર આપ્યો હતો.કાજલબેન સંજય ભાઈ દુલાણી એ આ અંગે ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હવે થી સમય સર ડભોઇ માં બ્રસિંગ નું કામ થશે અને આપણું ડભોઇ સ્વચ્છ ડભોઇ રહે તેવું આયોજન કરવામાં આવશે.અને શ્રી નરેન્દ્ર મોદીજી ના સ્વચ્છતા અભિયાન ને આગળ વધારવા માં આવશે.