સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો શરુ કરવા તાલુકા વાઈઝ જવાબદારી સોંપાઈ

અમરેલી જિલ્લા આહિર સમાજ ના આગેવાનો દ્વવારા સામાજિક, શૈક્ષણિક અને વૈચારિક ક્રાંતિ માટે મનોમંથન રૂપી મિટિંગ યોજાઈ.
તાલુકા વાઈઝ સંગઠન, સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો,રાજકીય સન્માન, સમુહલગ્ન આવનારા દિવસો માં યોજવામાં આયોજન નક્કી કરાયુ
ટૂંક સમય માં સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો શરુ કરવા ધર્મેન્દ્ર કનાળા ના નેતૃત્વ માં તાલુકા વાઈઝ જવાબદારી સોંપાઈ
આજના માહિતી સંચાર ના ઝડપી યુગ માં દરેક સમાજ વિકાસ ને કેડી પર લઈ જવા માટે તેના આગેવાનો અને શિક્ષિત લોકો પહેલ કરી સમાજ ને મજબૂત, શિક્ષિત ગતિશીલ સુધારક બનવવા પ્રયત્ન કરતા હોય છે. અમરેલી જિલ્લા આહીર સમાજ ના પ્રમુખ જીતુભાઇ ડેર તથા યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણીયા ના નેતૃત્વ હેઠળ અમરેલી જિલ્લા માં આહિર સમાજ ની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે ત્યારે આહીર સમાજ પાસે જિલ્લા મથકે પોતાની વિદ્યાર્થી બોર્ડિંગ નો વિકાસ થાય અને સમાજ ના યુવાનો પ્રગતી કરે તેવા ઉમદા હેતુથી જિલ્લા ભર ના આગેવાનો ની એક મિટિંગ યોજી તાલુકા વાઈઝ સંગઠન ની રચના કરવા, અને વર્તમાન યુગ શિક્ષણ નો યુગ માં અમરેલી મુકામે આહિર સમાજ ના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા માં સારો દેખાવ કરી આગળ આવે તેવા ઉમદા હેતુ થી જિલ્લા માં એક પરીક્ષા યોજી અને સમાજ ના યુવાનો માટે અમરેલી આહિર બોર્ડિંગ મા સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો નજીવા દરે શરુ કરવા નુ આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે તાલુકા વાઈઝ આગેવાનો ને જવાબદારી સોંપી વધુ ને વધુ યુવાનો આ બાબતે જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત અમરેલી જિલ્લા મા આહિર સમાજ ના સમહૂ લગ્ન ચાલુ વર્ષે દિવાળી બાદ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આહિર સમાજ ના આગેવાનો ચાલુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં વિજેતા બની અનેક રાજકીય પદો પર બિરાજમાન થયા છે ત્યારે તેમનો સન્માન સમારોહ અને સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માન સમારોહ નુ આવનારા દિવસો માં આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આમ અમરેલી જિલ્લા ના આહિર સમાજ માં એક વૈચારિક ક્રાંતિ રૂપી શૈક્ષણિક ક્રાંતિ ના મંડાણ તરફ ગતી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યુ છે. આ બાબતે જિલ્લા ના આગેવાનો નો સંપર્ક કરતા તેમના જણાવ્યા અનુસાર આહિર સમાજ હવે શિક્ષિત બની અન્ય સમાજ ની જેમ વર્તમાન વિકાસ ના યુગ માં સ્પર્ધા માં ટકી શકે તે માટે યુવાનો આગળ આવે તે ખુબ જરૂરી છે તે માટે સમાજ ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરવા આહિર સમાજ ના વિદ્યાર્થી બોર્ડિંગ ને ફરી ધમધમતું કરવા માટે સમાજ ના આગેવાનો તમામ મદદ અને વ્યવસ્થા કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતુ. આ મંથન મિટિંગ ના અમરેલી જિલ્લા આહિર સમાજ ના પ્રમુખ જીતુભાઇ ડેર, યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણિયા, વનરાજભાઈ કોઠીવાળ, પરેશભાઈ ભુવા, ધર્મેન્દ્રભાઈ કનાળા અને દરેક તાલુકા માથી આગેવાઓ ઉપસ્થિત રહી સમાજ ના વિકાસ માટે મંથન કરી આવનારા દિવસો મા સામાજિકશૈક્ષણિક અને વૈચારિક ક્રાંતિ માટે નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ :કિરીટ જોટવા વડીયા