અમદાવાદ : ઇસનપુર પોલીસ અનોખો કાર્યક્રમ.
અમદાવાદના ઇસનપુરના પોલીસ અધિકારીઓએ કોરોના સંક્રમનથી બચવા ધુળેટીના રંગોથી દૂર રહેવા અનોખી રીતે કરી અપીલ.
અમદાવાદ ના ઈશનપુર ના પોલિસ અધિકારીઓ દ્વારા અનોખી રીતે ધુળેટી ના રંગો થી દુર રહેવાની નાગરિકો ને અપીલ કરવામાં આવી હતી. ઇસનપુરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
કોરોના ગાઈડ લાઈન ના પાલન સાથે રંગો થી દુર રહ્યી ને સંક્રમણ ટાળવા માસ્ક વિતરણ કરી સમજાવી અપીલ કરવામાં આવી હતી. નાગરિકો ને માસ્ક ના વિતરણ સાથે હોળીના તહેવાર મા મયાઁદિત લોકોની વચ્ચે સામાજિક અંતર રાખી ને હોળી પ્રગટાળવા જણાવવામાં આવ્યું હતું. દરેક નાગરિકો આ વષેઁ ધુળેટી ના રંગો થી દુર રહી કેમિકલયુકત મિશ્રણ વાળા રંગો થી અડગા રહી ને કોરોના ચેપ થી બચવા ના ઉપાયો દરેક નાગરિકો ને અમલ મા મુકવા પોતાની ટીમ સાથે માગઁ પર નાગરિકો ને સમજાવવામાં આવ્યું હતું. ઈશનપુરમા રાખેલ આ અવરનેશ કાયઁકમમાં લોકોનો પણ સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો. પોલીસ સેવા શાંતિ અને સુરક્ષા ના સૂત્ર સાથે લોકોના જીવ અને સ્વાસ્થ્ય નું રક્ષણ કરી પોતે પ્રજાનો સાચો મિત્ર સાબિત કરે છે. ઇસનપુર પીઆઇ જે વી રાણા અને તમામ પોલીસ કર્મીઓ આ કાર્ય બાબતે ધન્યને પાત્ર છે અને ગુજરાત પોલીસ ગર્વની લાગણી અનુભવે તે વાત સાચી સાબિત કરે છે.