મોરબીમાં હત્યા કરાયેલા યુવાનની લાશ લેવાનો પરિવારનો ઇનકાર: આરોપીને પકડવાની માંગ

આરોપી પકડાય પછી જ લાશ લેવાનું કહીને સિવિલના પટાંગણમાં “મોરબી પોલીસ હાય હાય” ના સૂત્રોચ્ચાર કર્યા
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાતના સમયે છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું જેની લાશ મોરબી સિવિલમાં રાખવામા આવેલ છે જો કે, હજુ સુધી આરોપી ઝડપાયો નથી જેથી કરીને પરિવારજનોએ લાશ લેવાનો ઇન્કાર કરેલ છે અને આરોપી પકડાય પછી જ લાશ લેવાનું કહીને મોરબી સિવિલના પટાંગણમાં “મોરબી પોલીસ હાય હાય” ના સૂત્રોચ્ચાર કર્યા હતા
મોરબી શહેરના વણકરવાસ વિસ્તારની અંદર રહેતા અજીત ગોરધનભાઈ પરમાર (૨૪) નામના યુવાનની ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી સીએનજી રીક્ષા લઈને સામાકાંઠા વિસ્તારમાં ગયો હતો ત્યારે તેની સાથે હુસેન ફકરૂદિન હાથી જાતે વોરા રહે. લીલાપર રોડ ફકરી પાન પાસે વાળો તેનો મિત્ર પણ રિક્ષામાં તેની સાથે હતો અને ત્રાજપર ચોકડી પાસે એસ.આર.ના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી ત્યારે આ બંને યુવાન અજીત અને હુસેનને અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા ઝીકવામા આવ્યા હતા જેથી કરીને અજીતનું મોત નીપજયું હતું અને તેની લાશ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામા આવી છે દરમ્યાન હજુ સુધી આરોપી પકડાયેલ ન હોવાથી મૃતકના પરિવારજનોએ દ્વારા આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઇન્કાર કરીને હોસ્પીટલમાં “મોરબી પોલીસ હાય હાય” ના સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા
રીપોર્ટ :- જનક રાજા, મોરબી