તરસાણા ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

તરસાણા ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ
Spread the love

ડભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પલસાણા ચોકડી પાસેથી એસ.ઓ.જી પોલીસ સ્ટાફ દ્વારા હોળી ધુળેટી ના તહેવાર સંબંધી વાહન ચેકિંગ દરમિયાન દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પડાયો.

પોલીસ બેડામાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ગેર કાનૂની હેરાફેરી અને ગેર કાનૂની પ્રવૃત્તિઓ ને રોકવા કડક આદેશ અને માર્ગ દર્શન હેતળ ગત રોજ (૧) અ.પો.કો પ્રવીણભાઈ કેશુભાઈ (૨) અ. મ.સ.ઈ. જયરાજ ભાઈ છગનભાઈ (૩) આ.પો.કો કૈલાસ ભાલ ચંદ્ર એસ.ઓ.જી વડોદરા ગ્રામ્યના ઓ દ્વારા હોળી- ધુળેટી ના પર્વ સંબંધે ટીંબી ફાટક ડભોઇ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓને ચોક્કસ આધારભૂત બાતમી મળેલ કે તરસાણા ચોકડી પાસે એક મરૂન કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ ઈસમ દેશી તમંચો લઈ ફરી રહેલ છે. તેવી ચોક્કસ ખાનગી બાતમીદાર થી બાતમી મળતા બે પંચો સાથે સદર બાતમી વાડી જગ્યાએ પહોંચતા ઉપરોક્ત વર્ણન વાળો વેસ પહેરેલ હોય તે ઇસમને ઘેરો કરી તેની પૂછતાછ કરતા તેને પોતાનું નામ ગલાભાઈ જંગુભાઈ રાઠવા ઉ.વ.૩૦ રહે કવાટ, અભિરાજ કોલોની શંકાસ્પદ ઈસમ ની ઝડપી કરતાં તેની કમરના ભાગેથી સંતાડેલ એક પાસ પરમીટ વગરનો દેશી બનાવટનો તમંચો મળી આવતા તેઓ વિરુદ્ધ એસ. ઓ.જી.પોલીસ દ્વારા આર્મશ એક્ટ હેઠળ ફરિયાદ કરી આરોપીને ધરપકડ પહેલા કોરોના ટેસ્ટ કરાવવા પોલીસ દ્વારા નિગરાની હેઠળ રાખવામાં આવેલ છે.

IMG-20210324-WA0025.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!