ડભોઇ વોર્ડ નંબર 2 માં પ્રજા ની સમસ્યા અને રજુઆત સાંભળતા નગરપાલિકા પ્રમુખ

*ડભોઇ વોર્ડ નંબર 2 માં પ્રજા ની સમસ્યા અને રજુઆત સાંભળતા નગરપાલિકા પ્રમુખ* આજરોજ ડભોઇ નગરપાલિકા ના પ્રમુખ કાજલબેન સંજયભાઈ દુલાણી ને ડભોઇ ઉમ્મીદ કિશોરી સંગઠન અને ડભોઇ વૉર્ડ નંબર 2 ના ભારતીય જનતા પાર્ટી ના સદસ્યો દ્વારા સન્માન કરી બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન સંજયભાઈ દુલાણી વૉર્ડ નંબર 2 માં આવેલ સોનેશ્વર પાર્ક માં હાજર રહી ત્યાં ના વિસ્તાર ના લોકો ની સમસ્યા સાંભળી અને આવનારા દિવસો માં વહેલી તકે આ સમસ્યા નું નિરાકરણ કરવાની બાંહેધરી આપી હતી.જેમાં મુખ્યત્વે સ્ટ્રીટ લાઈટ,ઉભરાતી ગટર ,તેમજ પાણી ની સમસ્યા વિકટ છે.ડભોઇ નગરપાલિકા ના પ્રમુખ કાજલ બેન સોનેશ્વર પાર્ક ની સમસ્યાઓ નું સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું અને તેઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેમની તમામ સમસ્યા ને જલ્દી થી નિરાકરણ લાવવા પ્રયાશ કરીશુ અને ત્યાંના સ્થાનિક પ્રજા ની રજુઆત ને ગંભીરતા થી લેવામાં આવશે.