મીઠપવાળા માનવી જગ છોડીને જાશે તેદી તેની કાણ ઘરોઘર મંડાશે કાગડા

મીઠપવાળા માનવી જગ છોડીને જાશે તેદી તેની કાણ ઘરોઘર મંડાશે કાગડા
Spread the love

મીઠપવાળા માનવી જગ છોડીને જાશે તેદી તેની કાણ ઘરોઘર મંડાશે કાગડા

રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય ખોડુભા પરમાર નું અવસાન થતા ગ્રામ પંચાયત ખાતે શોકસભા યોજાઈ

રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના તમામ સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહી ભારે હૈયે ખોડુભા ગંભીરસિંહ પરમાર ને બે મીનીટ મૌન પાળી ભાવભીની શ્રધાંજલિ આપી

બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય અને મોલેસલામ ગરાસીયા સમાજના ઉપ.પ્રમુખ તેમજ યુવા આગેવાન ખોડુભા ગંભીરસિંહ પરમાર નું દુખઃઅવસાન થતા આજે તારીખ-૨૫-૩-૨૦૨૧ ને ગુરૂવારે રાણપુર ગ્રામ પંચાયત ખાતે શોકસભા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ખોડુભા ગંભીરસિંહ પરમાર રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે યશસ્વી કામગીરી સંભાળી નાતજાતના ભેદભાવ રાખ્યા વગર નાનામાં નાનામાણસોના હદય સુધી પહોચી લોકોના કામ કરનાર તેમજ કોરોના મહામારી ના સમયમાં લોકડાઉનમાં લોકોના હદય સુધી પહોચી ઘરે-ઘરે ફરી રાહત સામગ્રી પહોચાડનાર રાણપુર ગ્રામ પંચાયતના લોકલાડીયા સદસ્ય ખોડુભા ગંભીરસિંહ પરમાર ની અણધારી વિદાય થી સમગ્ર રાણપુર શહેર હતપ્રત થઈ ગયુ હતુ.ખોડુભા પરમાર ને શ્રધાંજલિ આપવા આજરોજ રાણપુર ગ્રામ પંચાયત ખાતે શોકસભા યોજાઈ હતી.જેમાં રાણપુર ગ્રામ પંચાયત દ્રારા સ્વર્ગસ્થ ખોડુભા પરમાર ને સન્માનપત્ર આપવામાં આવ્યુ હતુ.આ સન્માનપત્ર ખોડુભા પરમાર ના પરિવારજનોએ સ્વીકાર્યુ હતુ.આ સમયે હાજર તમામ લોકોની આંખ માં આંસુ છલકાયા હતા.રાણપુર ગામના લોકોએ એક નિષ્ઠાવાન અને નિખાલસ સ્વભાવના આગેવાન ગુમાવતા સમગ્ર શોકસભા દરમ્યાન દરેક લોકોની આંખ માં આંસુ વહેતા હતા.આ શોકસભા માં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,ઉપ.સરપંચ,પંચાયતના સદસ્યો,તલાટી,રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના તમામ સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહી ભારે હૈયે ખોડુભા ગંભીરસિંહ પરમાર ને ભાવભીની શ્રધાંજલિ આપી તેઓના આત્મા ને શાંતિ મળે તે માટે બે મીનીટ મૌન પાળી પ્રાથના કરવામાં આવી હતી….

રિપોર્ટ :વિપુલ લુહાર,રાણપુર

IMG-20210325-WA0078-2.jpg IMG-20210325-WA0079-1.jpg IMG-20210325-WA0081-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!