ચોટીલાનાં પ્રોબેશન પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો

ચોટીલાનાં પ્રોબેશન પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો
ચોટીલા ખાતે પ્રોબેશન પ્રાંત અધિકારી તરીકે આવેલા અધિકારીની ૨૧ દિવસની મુદત પૂર્ણ થતી હોય તેઓને બિરદાવતા વિદાય સંભારભ નાયબ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.
ચોટીલાના કચેરી ખાતે ૨૧ દિવસની ટ્રેનિંગમાં વેલા પ્રાંત અધિકારી રાજ સુથાર ને મુદત પૂર્ણ થતી હોય ગુરૂવારના રોજ નાયબ કલેકટર કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ચોટીલા મામલતદાર ગોઠી નાયબ મામલતદાર જે. ડી. ચિહલા એ.કે. પંચાલ તથા સ્ટાફ દ્વારા પ્રાંત અધિકારી રાજ સુથાર સાથેના અનુભવ વર્ણવ્યા હતા. આ પ્રસંગે રાજ સુથારે જણાવ્યું હતું કે ૨૧ દિવસની મારી ટ્રેનિંગમાં ચોટીલા ખાતે મને ઘણું જાણવાનું તથા સમજવાનું મળ્યું છે. તથા સ્ટાફ પરિવાર દ્વારા પૂરતો સહકાર મળ્યો છે. જે બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.