ડભોઇ રેલ્વે પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લકોને માસ્ક વિતરણ

ડભોઇ રેલ્વે પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લકોને માસ્ક વિતરણ
Spread the love

હાલમાં કોરોના જેવા વાયરસ એ માજા મૂકી છે તેવામાં ડભોઇ રેલવે પોલીસ ગણ દ્વારા જે વ્યક્તિઓ આજે પણ માસ્ક વગર બિન્દાસ્ત ફરી રહ્યા છે. આપણી સરકાર પણ વારંવાર લોકોમાં જાગૃતિ લાવવા માટે માસ્ક સંબંધી સૂચનો આપી રહ્યા છે છતાં પણ હજી સુધી કેટલાય લોકો માસ્ક વગર નજરે ચડે છે ત્યારે ડભોઇ રેલવે પોલીસ સ્ટેશન psi જે. વી.વ્યાસ તથા Asi ગોપાલદાસ બી., પો.કોન્સ. હંસરાજભાઈ એસ. લોકરક્ષક હસમુખભાઈ સી., ભરતભાઈ કે. તેમજ અન્ય પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા કોરોના-19 રોગને ફેલાતો અટકાવવા માટે માસ્ક નહીં પહેરનાર ને રોગ પ્રતિકારક જરૂરી સૂચનો આપી માસ્ક વિતરણ કર્યું. આ કામગીરી થી પોલીસ અને લોકો વચ્ચે એક ભાઈચારાની લાગણી અનુભવાઇ રહી છે અને સાથે સાથે કોરોના વાઇરસ ને અટકાવવા માં પણ સફળતા મળશે. આમ સરકારના કર્મચારીઓ પોતાની ફરજ નિભાવે છે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખવા માટે આપણને સારા માર્ગે લઈ જવાનો પણ તેવો પ્રયાસ કરી રહ્યા છે. માટે દરેક વ્યક્તિએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું અને માસ્ક પહેરવું જેથી આપણે અને આપના પરિવારને પણ આપણે સુરક્ષિત રાખી શકીએ એવા સુચનો આપી પ્રજામાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

IMG-20210325-WA0019.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!