ડભોઇ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા રસીકરણ અંગે સમજણ આપવા મીટીંગ નું આયોજન

ડભોઇ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા રસીકરણ અંગે સમજણ આપવા મીટીંગ નું આયોજન
Spread the love

ડભોઇ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન ની આગેવાની માં ગત રોજ ડભોઇ વડવાળી મસ્જિદ જામતખાના માં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી કોરોના ની રસી ની અસરકારકતા તેમજ તેના વિશે ફેલાયેલ ભ્રમ દૂર કરવા અંગે ની માહિતી આપવા અને મુસ્લિમ સમાજ ના લોકો ને રસીકરણ માટે જાગૃત કરવા ડભોઇ ના તમામ મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકરો ને બોલાવી મીટીંગ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.અને આગામી દિવસો માં વધુ થી વધુ સંખ્યા માં લોકો કોરોના ની રસી મુકાવે તે અંગે માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત ડભોઇ જમીયતે ઉલેમાએ હિન્દ ના કાર્યકરો કે જેઓ કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચુક્યા છે,તેઓ એ પણ આજરોજ કોરોના ની રસી મુકાવી પ્રજા ને પણ રસી લેવા પ્રેરણા આપી હતી.અને લોકો માં રસી અંગે ગેરસમજ દૂર થાય તે માટે લોકો ને માહિતગાર કરી આગામી દિવસો માં રસી લઇ કોરોના ને હરાવવા આહવાન કર્યું હતું.

IMG-20210326-WA0033.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!