ડભોઇ ઉમ્મીદપીર ની દરગાહ ના ઉર્ષ ની ઉજવણી બ્રાહ્મણ પરિવાર દ્વારા ચાદર ચઢાવાયી

(હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક રૂપ)
“ડભોઇના બ્રાહ્મણ પરિવાર દ્વારા 75 વર્ષથી પરંપરાગત ઉમ્મિદ પીર દાદાની દરગાહ એ ચાદર ચઢાવાય છે.”
ડભોઇ નગરના હાર્દસમા વિસ્તાર ટાવર બજારમાં આવેલ હઝરત ઉમ્મીદ પીર દાદા ની દરગાહ પર લગભગ ૭૫ થી ૮૦ વર્ષોથી પેઢી દર પેઢી નિત્યક્રમ સેવા કરી હિન્દુ-મુસ્લિમ એકતાનું દૃષ્ટાંત પૂરું પાડી હિન્દુ મુસ્લિમ એકતાની મહેક પ્રસરાવતું ઘનશ્યામભાઈ દિનેશભાઈ પંડયા નો પરિવાર.
આજરોજ ઉમ્મીદ પીર દાદાની આ દરગાહનું ઉર્ષ હોય દરગાહની સામે આવેલ સ્ટેશનરીની દુકાન ધરાવતા ઘનશ્યામભાઈ પંડ્યા દ્વારા દરગાહ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાદર ચઢાવી હતી. તેઓને પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ઉમ્મીદ પીર દાદા ની દરગાહ થી અમારા પૂર્ખા દાદા પરદાદા વખતથી અમારા પરિવારને અસીમ ભક્તિ લાગેલ છે અને વર્ષોથી અમારા પરિવારને તેઓમાં અપાર શ્રદ્ધા રાખીએ છીએ તેમજ અમારા દાદા પરદાદા ના સમયથીજ રોજ સવારે નિયત ક્રમે દરગાહ માં ફુલ અગરબત્તી કરી ને રોજિંદા કાર્યની શરૂઆત કરીએ છીએ અને આ દરગાહ પર અમને અપાર શ્રદ્ધા અને યકીન રહેલ છે.
જ્યારે દર વર્ષે દરગાહ ના ઉર્ષ ના દિવસે અમે ફૂલ ચાદર ચઢાવી પ્રસાદ વહેંચી ધન્યતા મેળવી દાદા ના આશીર્વાદ મેળવીએ છીએ.