દીકરીની ઠંડા કલેજે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને ફાંસીની સજા

દીકરીની ઠંડા કલેજે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને ફાંસીની સજા
Spread the love

જે માતાએ નવ નવ મહિના સુધી દીકરીને કુખમાં ઉછેરી અને બાદમાં 17 વર્ષ સુધી લાલન પાલન કરી મોટી કરી અને તે જ દીકરીની માત્ર તેમના લગ્નેતર સંબંધ માટે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામમાં વર્ષ 2018માં માતાએ તેના પ્રેમી સાથે મળી કરેલી દીકરીની હત્યા મામલે ધ્રાંગધ્રા કોર્ટે માતા અને તેના પ્રેમીને ફાંસીની સજા ફટકારી છે.

શું હતો સમગ્ર મામલો ?
પાટડી તાલુકાના ધામા ગામમાં રહેતા કંકુબેન પાનવેચા અને ઉમંગ ઠક્કર નામના યુવકને પ્રેમસંબંધ હોય બંનેએ ગામમાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.જેની જાણ કંકુબેનની દીકરી સોનલ ઉર્ફે કિંજલ જાણી જતા તેણે પોતાની મમ્મી કંકુબેનને આ વાત પપ્પાને કહીં દેવાનું જણાવતા કંકુબેને પોતાના પ્રેમી ઉમંગ ઠક્કર સાથે મળી એમના પ્રેમમાં ભંગ પડાવતી દીકરી સોનલનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો.

આ પ્લાન અંતર્ગત 11 જુલાઇ 2018ની સવારે કંકુબેન પોતાની દીકરી સોનલને લઇને ઉમંગ ઠક્કરના ઘેર આવી હતી. અને ઘરના અંદરના રૂમમાં હેવાન બનેલી માતાએ પોતાની દીકરી સોનલને પકડી રાખી હતી અને નિર્દયી બનેલા ઉમંગ ઠક્કરે પોતાની પાસે રાખેલી છરી વડે સોનલના પેટમાં છરીના પાંચ ઘા ઝીંકી આંતરડા બહાર કાઢવાની સાથે આટલેથી ના અટકતા આવેશમાં આવેલા ઉમંગ ઠક્કરે છરી વડે સોનલના ગળ‍ા પર છરી ફેરવી પાંચથી છ ઇંચનો ઊંડો ચેકો મારી ઉમંગ ઠક્કર ફરાર થઇ ગયો હતો.

કંકુબેન દીકરી સોનલની લાશ મુકીને કાંઇ જ ના બન્યુ હોય તેમ પોતાના ઘેર જઇ રસોઇકામમાં લાગી ગઇ હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે હત્યા કરીને નાસી છુટેલા આરોપી ઉમંગ ઠક્કરને ગણતરીના કલાકોમાં જ માળીયાથી ઝબ્બે કરી છરી કબ્જે કરવાની સાથે દીકરીની માતા કંકુબેનની પણ અટક કરી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતાં ધ્રાંગધ્રા કોર્ટે તમામ દલીલો સાંભળી પ્રેમી અને માતાને દીકરીની હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભાળાવી છે.

ભાંડાફોડ ના થાય તે માટે દીકરીની હત્યા કરી
પાટડીના ધામાના ઉમંગ ઠક્કરના ગળાડુબ પ્રેમમાં પાગલ કંકુબેન અને ઉમંગ ઠક્કરે ઘેરથી ભાગી જઇ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. જે અંગે ફોન પર કરાયેલી વાત કંકુબેનની દીકરી સોનલ સાંભળી જતા અને આ વાત પપ્પાને કરી દેવાનું જણાવતા કંકુબેન અને ઉમંગ ઠક્કરે આ વાત માત્ર સોનલ જ જાણતી હોવાથી તેનો કાંટો કાયમ માટે દુર કરવાનું જણ‍ાવી પછી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

હત્યારા ઉમંગની માતાએ જ હત્યાનો ભેદ ખોલ્યો હતો
​​​​​​​આ અંગે ઉમંગ ઠક્કરની અપંગ માતાએ જ પોલીસને જણ‌ાવ્યું હતું કે, એ દિવસે સવારે સાડા દશ વાગ્યે હું વાસણ ધોઇ રહી હતી એ સમયે મારો દિકરો ઉમંગ ઘરમાં એકલો હતો ને કંકુબેન ઠાકોર પોતાની દીકરી સોનલને લઇને મારા ઘરે અંદરના રૂમમાં લઇ ગયા બાદ થોડી વારમાં જ કંકુબેન અને મારો દિકરો ઉમંગ બહાર આવીને જતા રહ્યાં હતા. અને ઘરના અંદરના રૂમમાં સોનલની લાશ લોહી લુહાણ હાલતમાં જોતા મેં મારા પતિ લલિતભાઇને જાણ કરતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1617300929366-2.jpg FB_IMG_1617300926037-1.jpg FB_IMG_1617300919325-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!