વડોદરા જિલ્લા નાયબ કલેકટર ની ડભોઇ શહેર તાલુકા ના રસી કેન્દ્રો ઉપર મુલાકાત

હાલ માં ખૂબ જ ઝડપ થી વધી રહેલા કોરોના કેશ અને સંક્રમણ ચિંતા નો વિષય છે.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાદ એકાએક કોરોના સંક્રમણ માં વધારો જોવા મળી રહ્યો છે.સરકાર શ્રી દ્વારા હાલ 45 વર્ષ ની વધુ ઉમર ના નાગરિકો ને કોરોના ની રસી આપવા માટે દરેક તાલુકા તેમજ ગામડાઓ ના રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લા ના નાયબ કલેક્ટર ખ્યાતિબેન પટેલ દ્વારા ડભોઈ તાલુકા તેમજ શહેર ના રસીકરણ કેન્દ્રો ઉપર મુલાકાત લીધી હતી.અને લોકો માં કોરોના ની રસી બાબતે જાગૃતતા આવે તેમજ લોકો માં રસી બાબત માં ફેલાયેલ ગેરસમજ દૂર થાય તે માટે નગરપાલિકા સદસ્યો તાલુકા પંચાયત ના સભ્યો તેમજ સરપંચો ને તેઓના વિસ્તાર માં ફરી રસી અંગે જાગૃતતા લાવવા સૂચના આપી હતી.જેથી કરીને વધુ માં વધુ લોકો રસી મુકાવે.આજરોજ ખ્યાતિબેન પટેલની ડભોઇ મુલાકાત દરમિયાન રસી કેન્દ્રો પર રૂબરૂ હાજરી આપી પ્રજા ને રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા હતા.અને તમામ લોકો પોતાના સ્વાસ્થ્ય તેમજ પરિવાર ના હિત માટે રસી મુકાવે નું આહવાન કર્યું હતું.આ પ્રસંગે તેઓની સાથે ડભોઇ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાજલબેન સંજયભાઈ દુલાણી તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.