ધ્રોલની સરકારી હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના વેક્સિન ખલાસ થઇ

એક તરફ કોરોના સંક્રમણ જેટ ગતિએ આગળ વધી રહ્યું છે. તેવા સમયે કોરોના સામે રક્ષણ આપતી રસી શહેર તથા ગામડાઓમાં મુકવામાં આવી રહી છે. ત્યારે ધ્રોલની સરકારી હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે છેલ્લા બે દિવસથી કોરોના રસીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. જેમાં લોકો રસી મુકવા આવે છે તેઓને ધક્કો થઈ રહ્યો
કોરોના સંક્રમણ વધવાને કારણે અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જાગૃતિના અભિયાન બાદ કોરોના રસી જેમને લીધી નથી તેવા લોકો પણ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. ધ્રોલમાં સરકારી હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસીકરણ કરવામાં આવે છે. પણ ત્યાં લોકો રસી લેવા જાય ત્યારે જવાબ મળે છે કે રસીનો જથ્થો ખલાસ થઈ ગયો છે. ગુરુવારે અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્યારે સરકારી હોસ્પિટલ ક્યારે રસીકરણ કામગીરી કરશે તે નક્કી નથી અને હવે ક્યારે રસીકરણ શરૂ થશે.
– રોહિત મેરાણી (જામનગર)