કોવિડકેર સેન્‍ટરોનાં નિયમો હળવા કરવા ડો. કાનાબારે મુખ્‍યમંત્રીને કરેલ રજૂઆત સફળ રહી

કોવિડકેર સેન્‍ટરોનાં નિયમો હળવા કરવા ડો. કાનાબારે મુખ્‍યમંત્રીને કરેલ રજૂઆત સફળ રહી
Spread the love

અમરેલી ભાજપના આગેવાન અને જાણીતા તબીબ ડો. ભરતભાઇ કાનાબારે મુખ્‍યમંત્રીને કોરોનાના દર્દીની સારવાર માટે પ્રાઇવેટ હોસ્‍પિટલો આગળ આવે તે માટે રજુઆત કરી હતી. તે રજુઆતને સફળતા મળી હતી.પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીકસ આઇસીયુ કે વેન્‍ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્‍થ સેન્‍ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્‍ટર શરૂ કરી શકશે.

કોવિડ હેલ્‍થ સેન્‍ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર – અને કોવિડ કેર સેન્‍ટર માટે દૈનિક મહત્તમ ૧૫૦૦ ચાર્જ લઇ શકાશે – આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્‍જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી. સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટર, મ્‍યુનિસિપલ કમિશનર આવા ડેડીકેટેડ કોવિડ હેલ્‍થ સેન્‍ટર, કોવિડ કેર સેન્‍ટરની મંજુરી આપી શકશે.

રાજયમાં કોવિડ-૧૯ દર્દીઓની સંખ્‍યામાં થઇ રહેલા સતત વધારાને ઘ્‍યાનમાં રાખીને કોર કમિટિમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્‍યો છે કે રાજયમાં ખાનગી નર્સિંગ હોમ, કલીનીકસ આઇ.સી.યુ કે વેન્‍ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડકોવિડ હેલ્‍થ સેન્‍ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્‍ટર શરૂ કરી શકશે. આવા ડેડીકેટેડ કોવિડ હેલ્‍થકેર સેન્‍ટર માટે પ્રતિદિન વધુમાં વધુ રૂ. બે હજાર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્‍ટર માટે પ્રતિદિન મહત્તમ ૧૫૦૦ રૂપિયા ચાર્જ લઇ શકાશે. આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્‍જેકશનની કિંમતોનો સમાવેશ થતો નથી એટલે કે આવા ઇન્‍જેકશન નો ચાર્જ અલાયદો લેવામાં આવશે.

IMG_20200604_142342.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!