માળિયાના ખાખરેચી ગામમાં બીમાર દર્દીઓને જાહેરમાં બોટલ ચઢાવવી પડી

માળિયાના ખાખરેચી ગામમાં બીમાર દર્દીઓને જાહેરમાં બોટલ ચઢાવવી પડી
Spread the love
  • ખાનગી ક્લિનિકમાં લાંબી કતારો લાગી બેડ પણ ખૂટી જતા દ્ર્શ્ય કાયમી બન્યા

મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે લોકોને ટેસ્ટ કીટ અને બેડ મળતા નથી તેવી ફરિયાદ મળી રહી છે તો બીજી તરફ વાયરલ ફલૂ અને અન્ય પાણી જન્ય બીમારીએ પણ જાણે માજા મૂકી બેવડો માર મારવાનું નકકી કર્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. મોરબીના સીરામીક ફેકટરીના શેડમાં દર્દીઓને ખુલ્લામાં સારવાર લેવાનો વિડિયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો માળિયા તાલુકાના ખાખરેચી ગામમાંથી સામે આવ્યો છે. અહીં આવેલ એક ખાનગી ક્લિનિકમાં ઝાડા ઉલટીના દર્દી સારવાર માટે ગયા હતા.

જોકે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અગાઉ થી ઘણી વધારે હોવાથી તેઓને હોસ્પિટલમાં ગ્લૂકોઝ બોટલ મળી શકે તેમ ન હોવાથી ક્લિનિક બહાર ખાલી જગ્યામાંબોટલ ચઢાવવી પડી હતી વીડિયોમાં એક બે નહિ પણ 8થી 10 દર્દીઓને આ રીતે જાહેરમાં બોટલ ચઢાવવા પડ્યા હતા. મોરબી જિલ્લામાં એક મહિનાથી બીમારીઓએ વરવું સ્વરુપ ધારણ કરી લીધું હોવા છતાં તંત્ર સમગ્ર સ્થિતિ કાબુમાં હોવાના દાવો કરી રહ્યું છે. પ્રજા તંત્રની વાત કરતા અધિકારી અને પદાધિકારીઓ જ્યારે પ્રજાને સાચી જરૂર છે ત્યારે જ ગુમ થઈ જતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG_20210407_182949-1.jpg IMG_20210407_182937-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!