ડભોઇ પોલીસ દ્વારા રીક્ષા યુનિયન સાથે કોરોના કાળમાં તકેદારી રાખવા મિટિંગ યોજી
આજરોજ ડભોઇ પોલીસ દ્વારા રીક્ષા યુનિયન સાથે મિટિંગ કરી કોરોનાની પરિસ્થિતિ માં તકેદારી રાખવા બાબતે ચર્ચા કરી હતી.હાલ દિવસે ને દિવસે કોરોના ના કેશ વધતા જાય છે તેવા સંજોગોમાં રોજિંદી દિનચર્યામાં તકેદારી રાખવી મહત્વપૂર્ણ છે.જે અંતર્ગત આજ રોજ ડભોઇ ના પી.આઇ જે.એમ.વાઘેલા દ્વારા ડભોઇ રીક્ષા યુનિયન સાથે બેઠક કરી કોરોના કાળ માં રીક્ષા માં પેસેન્જર બેસે ત્યારે માસ્ક લગાવવું ફરજીયાત છે તથા રીક્ષા ને રોજ સમયસર સેનેટાઈઝ કરવી જેવી તકેદારી ની તમામ બાબતો વિશે સમજણ આપી હતી.
રીક્ષા યુનિયન દ્વારા તેઓની વાત ગંભીરતા થી લઈ આગામી દિવસો માં રીક્ષા યુનિયન તરફ થી સંપૂર્ણ સાથ સહકાર મળશે ની ખાતરી આપી હતી.આ સાથે પી.આઈ વાઘેલા સાહેબ દ્વાર જણાવવા માં આવ્યું હતું કે એસ.ટી વિભાગ ના મેનેજર સાથે પણ આ અંગે ની ચર્ચા કરવામાં આવશે અને કોરોના કાળ માં તકેદારી ધ્યાન રાખે અને સોશ્યિલ ડિસ્ટનસિંગ અને માસ્ક નું પાલન કરાવે.જો કોઈ માસ્ક વિના કે સોશ્યિલ ડિસ્ટન્સ નું ઉલ્લંઘન કરે તો સરકાર ના કાયદા મુજબ દંડ ની કાર્યવાહી કરવામાં આવશે નું પી.આઈ. શ્રી વાઘેલા સાહેબ દ્વાર જણાવવામાં આવ્યું હતું.